એક વખત ચોક્કસથી મુલાકાત લો સન ઑફ હેવન તરીકે ઓળખાતા આ માઉન્ટેનની

દુનિયામાં કેટલાય એવા પ્રાકૃતિક સ્થળો છે જે આપણને આશ્ચર્ય પમાડે તેવા છે. એવામાંથી એક છે ચીનનો તિયાંજી માઉન્ટેન. તિયાંજીનો અર્થ થાય છે ‘સ્વર્ગનો પુત્ર’ . આ સ્થળને આવી ઉપમા એટલે આપવામાં આવી છે કારણ કે અહીંના દ્રશ્યો લોકોને આશ્ચર્યમાં પાડી દે તેવા છે. શરૂઆતમાં જ્યારે આ વિસ્તારની તસવીરો ઇન્ટરનેટ પર આવી તો એમાંથી મોટાભાગના ફોટાને લઇને લોકોએ રીયલ ન માનીને ફોટોશૉપની કરામતી માની હતી.

mountain-1

આ સંપૂર્ણ વિસ્તારમાં માર્બલના ન ગણી શકાય એવા ઊંચા ઊંચા પહાડો છે, જેમાંથી સૌથી ઊંચાં શિખરની સમુદ્ર તટથી ઊંચાઈ 1262.5 મીટર છે. જ્યારે કોઈ આ ઊંચાઈ ઉપર આવીને દ્રશ્યો જુએ છે તો તેને અસંખ્ય પહાડો અને ખીણ દેખાય છે. એક અન્ય વિશેષતા અહીંની મોસમ છે જે વારંવાર બદલાતી રહે છે. ક્યારેક તો એકદમ ચોખ્ખું આકાશ હોય છે તો ક્યારેક સમગ્ર વિસ્તાર વાદળોથી ભરેલો દેખાય છે.

mountain-2

વાદળોથી ઘેરાયેલા આ પહાડોથી નીચે જોવા પર તે વ્યક્તિને સાઇન્સ ફિક્શનની મૂવીનો કોઈ દ્રશ્ય હોય તેવું દેખાય છે જ્યાં વાદળો પર અસંખ્ય શિખરો જોવા મળે છે. ચીનની સરકારે આ સંપૂર્ણ વિસ્તારની ખૂબસૂરતી જોવા માટે કેબલ કારની વ્યવસ્થા કરી છે તથા પહાડોના સહારે પાથ વે પણ બનાવી રાખ્યાં છે.

You might also like