દિલ્હી-નોએડાનાં અનેક વિસ્તારોમાં ધૂળની આંધી શરૂ, અનેક વિસ્તારોમાં વિજળી ડૂલ

ન્યૂ દિલ્હીઃ ઉત્તર ભારતમાં વાતાવરણમાં આવેલા પલટાએ હવે રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેનાં કારણે રાજધાનીમાં અમુક કલાકોની અંદર ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે દિલ્હી NCRમાં 50-60 કિ.મીની પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સાથે જ ભારે વરસાદ પણ ત્રાટકી શકે છે.

દિલ્હી સિવાય પણ હિસારસ કૈથલ, જિંદ, કુરૂક્ષેત્ર, કરનાલ સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે.

છેલ્લાં 48 કલાકોમાં કુદરતનો કહેર પણ જોવા મળી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે છ પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવેલી છે. ઉત્તરાખંડમાં પણ આગામી 24 કલાકોમાં ભારે વરસાદનું અનુમાન છે.

દિલ્હીનાં બહારનાં ભાગમાં અનેક વિસ્તારોમાં ધૂળ ભરેલું તોફાન પણ શરૂ થઇ ગયેલ છે. આમાંથી અનેક વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ ગયેલ છે. નોએડાનાં અનેક વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી આવવાથી વિજિબિલિટી પણ ઓછી થઇ ગઇ છે.

હવામાન વિભાગે દિલ્હી-NCRમાં તેજ પવન સાથે વરસાદ થવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હી-NCRમાં રાત્રે 8થી 11 વાગ્યાની વચ્ચે 50-60 કિ.મી પ્રતિ કલાકની તેજીથી પવન સાથે ભારે વરસાદ પણ આવી શકે છે.

ભારતીય હવામાન વિભાગનાં અનુમાન અનુસાર મોડી સાંજનાં રોજ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાય હિસાર, કૈંથલ, જીંદ, કુરૂક્ષેત્ર, કરનાલ અને આસપાસનાં વિસ્તારોમાં પણ તેજ પવન સાથે હળવો વરસાદ પણ થશે. આ પહેલાં સોમવારની રાત્રે ઉત્તર ભારતમાં આંધી-તોફાન પણ જોવાં મળ્યું હતું. દિલ્હી-NCRમાં વધારે તેજ પવન પણ ફુંકાઇ રહ્યો હતો.

13 રાજ્યો સહિત 2 કેન્દ્રશાસિત રાજ્યોમાં એલર્ટઃ
હવામાન વિભાગે 13 રાજ્યો સહિત 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ હાઇ એલર્ટ જાહેર કરી દીધેલ છે. આગામી 48 કલાકમાં કુદરતનો કહેર થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા અગમચેતી આપી દેવામાં આવેલ છે. ઉત્તરાખંડમાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

You might also like