દિલ્હી-NCRમાં વિજળી થઇ ડૂલ, ભારે પવન સાથે શરૂ તોફાન, ઇમરજન્સી નંબર જાહેર

ન્યૂ દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આતંક મચાવ્યાં બાદ તોફાન હવે ઉત્તર ભારતનાં ઘણાં ખરાં રાજ્યોમાં ફંટાઇ શકે છે. ભારતીય હવામાન ખાતાનાં જણાવ્યાં મુજબ આગામી 2 કલાકમાં એનસીઆર, જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં આગામી 2 કલાકમાં વરસાદ થઇ શકે છે. દિલ્હી સહિત આગામી 3-4 કલાકમાં એનસીઆરમાં તોફાન 50થી 70 કિલોમીટરની ઝડપે દોડીને આવી શકે છે.

આપાતકાલીન નંબર જાહેરઃ
ઉલ્લેખનીય છે કે આ તોફાનને લઇને આ આફતને પગલે દિલ્હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્સી નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં નાગરિક 1077 પર ફોન કરીને તોફાન અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે કહ્યું છે કે પ્રવાસીઓ કે જે દરરોજ મુસાફરી કરે છે તેઓ ઘર છોડતાં પહેલાં અત્યારનાં હવામાનને ચોક્કસપણે ચકાસી લે. તમને જણાવી દઇએ કે છેલ્લાં સપ્તાહમાં તોફાનનાં કારણે 5 રાજ્યોમાં ઓછામાં ઓછા 124 લોકો માર્યા ગયાં હતાં અને 300 અન્ય લોકો ઘાયલ થયાં હતાં.

આગામી 48 કલાક એટલે કે મંગળવાર અને બુધવારનાં રોજ ઉત્તર ભારતનાં ઘણા ખરાં રાજ્યોને ચેતવણી આપી દેવામાં આવી છે. હરિયાણામાં શાળાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને રાજસ્થાનમાં પણ 2 દિવસ માટે આગામી ચેતવણી આપી દેવામાં આવી છે. હવે દિલ્હી સરકારે અને પોલીસે પણ ચેતવણીઓ જાહેર કરી દીધી છે.

મંગળવાર સાંજેનાં દિલ્હીમાં શાળાઓ બંધઃ
દિલ્હી સરકારે સૂચન આપતાં જણાવ્યું છે કે મંગળવારનાં રોજ શાળાઓમાં સાંજની પાળી બંધ રાખવામાં આવશે. સ્થાનીય મોસમ વિભાગ અને ભારત સરકારનાં ભૂ-વિજ્ઞાન મંત્રાલયનાં હવાલેથી એવું કહેવામાં આવ્યું કે દિલ્હીમાં બપોરે 3 કલાકથી સાંજનાં 7 વાગ્યા સુધી 50-50 કિ.મીનાં પ્રતિ કલાકથી ધૂળ ભરેલી હવાઓ ઉડશે અને સાંજે 5:30 કલાકે આ તોફાન પોતાની હદ સુધી વધી ગયું છે.

દિલ્હી પોલીસે કહ્યું છે કે પ્રવાસીઓ કે જે દરરોજ મુસાફરી કરે છે તેઓ ઘર છોડતાં પહેલાં અત્યારનાં હવામાનને ચોક્કસપણે ચકાસી લે. તમને જણાવી દઇએ કે છેલ્લાં સપ્તાહમાં તોફાનનાં કારણે 5 રાજ્યોમાં ઓછામાં ઓછા 124 લોકો માર્યા ગયાં હતાં અને 300 અન્ય લોકો ઘાયલ થયાં હતાં.

You might also like