ટ્રક અનેે રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણ યુવાનનાં મોત, બેની સ્થિતિ નાજુક

અમદાવાદ: મહેસાણા જિલ્લાના વડનગર નજીક સુનિપુર રોડ પર ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ધડાકાભેર થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થયા હતા જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, મહેસાણા નજીક વડનગર સુનીપુર રોડ પરથી સાંજના સુમારે મુસાફરો ભરી રિક્ષા પસાર થઇ રહી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવેલી ટ્રકે રિક્ષાને ટક્કર મારી અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને રિક્ષામાં બેઠેલા મુસાફરો પૈકી ત્રણનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે મુસાફરોને ગંભીર ઇજા થતા મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં બંનેેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે ગુનો દાખલ કર્યો છે.

You might also like