ગળાફાંસો ખાઈ, જાતે સળગી અને ટ્રેન નીચે પડતું મૂકી ત્રણ યુવાનના આપઘાત

અમદાવાદ: શહેરના સાબરમતી, બાપુનગર અને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનોએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતાં પોલીસે ગુુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ પર આવેલ અમરાજીનગર ખાતે રહેતા રાજેન્દ્ર પુખરાજભાઇ કલાલ નામના ર૪ વર્ષીય યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લેતાં તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાપુનગરમાં અશોક મિલની જૂની ચાલી ખાતે રહેતા સુરેશભાઇ ભલાભાઇ ગોહિલ નામના યુવાને અંગત કારણસર જાતે સળગી જઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ ઉપરાંત સાબરમતીમાં નાગેશ્વર સોસાયટી ખાતે રહેતા અશ્વિન મોરે નામના ૩૮ વર્ષીય યુુવાને રેલવે કોલોની નજીક રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

પોલીસે અા ત્રણેય યુવાનોની લાસો પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી છે, પરંતુ અા યુવાનોએ કયા કારણોસર અાત્મહત્યા કરી તે અંગેની કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી પોલીસને મળવા પામી નથી.

You might also like