ત્રણ દેશી પિસ્તોલ વેચવા આવેલો યુવક ઝડપાયો

અમદાવાદ: અમદાવાદમાં હથિયાર વેચવા આવેલા એક પરપ્રાંતીય યુવકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે મૂળ ઝારખંડના યુવક પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે. આરોપી મધ્યપ્રદેશના એક યુવક પાસેથી આ હથિયારો વેચવા માટે લાવ્યો હતો. પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ૩૧ ડિસેમ્બરને લઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાનમાં મળેલી બાતમીના આધારે સાબરમતી રિવરફ્રન્ટ પર રેલવેબ્રિજ નીચે પસાર થતા એક યુવકને રોકી તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતાં ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. યુવકની પૂછપરછ દરમ્યાન તેનું નામ વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાન (ઉ.વ. ૩૦, હાલ રહે. પ્રિયંકા સોસા., ગ્રામભારતી, ગાંધીનગર, મૂળરહે. ઝારખંડ) હોવાનું જણાવ્યું હતું.

આરોપી વિજયની પૂછપરછ કરતાં આ હથિયારો નટવર ચીખલીગર (રહે. ઝુલમનીયા, મધ્યપ્રદેશ) પાસેથી લાવ્યો હતો. આ હથિયારો તેને અમદાવાદમાં વેચવા માટે આપ્યાં હતાં. વિજય હથિયારોના ગ્રાહકની શોધમાં હતો તે દરમ્યાન પોલીસે તેને ઝડપી લીધો હતો.

home

You might also like