ત્રણ વર્ષમાં સેન્સેક્સમાં ૩૪ ટકા સામે સ્મોલકેપમાં ૭૨ ટકા વળતર

મુંબઇ: બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ત્રણ વર્ષમાં ૭૨ ટકાનું જંગી વળતર મળ્યું છે. લાર્જકેપ સેક્ટરના શેર કરતા સ્મોલકેપ શેરનો ચઢિયાતો દેખાવ જોવા મળ્યો છે. નોંધનીય છે કે ત્રણ વર્ષમાં બ્લુચિપ શેરોના બનેલા ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને બીએસઇ લાર્જકેપ કંપનીઓમાં અનુસ્રમે ૩૪.૨૪ ટકા અને ૩૮.૫૬ ટકા વળતર મળ્યું છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લાર્જકેપ કંપનીઓના શેરમાં અપેક્ષા કરતાં ઓછાં રિટર્નથી રોકાણકાર સ્મોલકેપ સેક્ટરના શેરમાં રોકાણ વધારી રહ્યા છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૩૧ મે, ૨૦૧૭ના રોજ પૂરા થયેલા બે વર્ષમાં રોકાણકારોને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં અને મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સમાં ૩૬.૧૦ ટકા અને ૨૬.૦૩ ટકાનો વધારો નોંધાયો છે, જેની સામે આ સમયગાળામાં બીએસઇ લાર્જકેપ ઇન્ડેક્સમાં ૧૭.૫૧ ટકા અને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સેન્સેક્સમાં ૧૫.૧ ટકાનું વળતર મળ્યું છે.

એક વર્ષમાં લાર્જકેપ કંપનીઓ કરતાં ચઢિયાતો દેખાવ જોવા મળ્યો છે. આ સમયગાળામાં સ્મોલકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૩૬.૨૨ ટકાનું વળતર મળ્યું છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારની આર્થિક સુધારા તરફી નીતિ તથા વિદેશી સહિત સ્થાનિક ફંડોના ઊંચાં રોકાણને કારણે સ્મોલકેપ કંપનીઓના શેરમાં ઉછાળાની ચાલ જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like