અમદાવાદની યુવતીની એકલતાનો લાભ લઈ રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: અમદાવાદની ર૦ વર્ષની યુવતીની એકલતાનો લાભ લઇ રીક્ષાચાલક સહિત 3 શખ્શોએ દુકાનમાં લઇ જઇ પાંચ કલાક સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો હચમચાવી નાખનારો કિસ્સો મહેસાણામાં બન્યો છે.

દુષ્કર્મ આચારનારાઓએ યુવતીનો ગાલ પણ કરડી ખાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાની અને હાલમા અમદાવાદ રહેતી પરિણિત યુવતી ગુરૂવારે અમદાવાદથી રાધનપુર જવા એસટી બસમા બેઠી હતી. બપોરે ૧૧-૩૦ વાગ્યે રાધનપુર ચોકડી ઉતરવાના બદલે તે ભુલથી નાગલપુર ચોકડી ઉતરી હતી.

ભૂલથી બીજે ઉતરી જતા રીક્ષા કરીને રાધનપુર ચોકડી જવા નીકળી ત્યારે રીક્ષા ચાલક અને તેના અન્ય બે સાગરીતોએ યુવતીને રૂમાલ સૂંઘાડી બે શુધ્ધ કરી છેડતી કરી હતી. વિવિધ વિસ્તારોમા કલાકો સુધી ફેળવ્યા બાદ તેને સાંજે સાત વાગ્યાની આસપાસ રામોસણા વિસ્તારમા આવેલ બાબા રામદેવ હોટલ પાસે એક ખાલી દુકાનમાં લઇ ગયા હતા.

દુકાનનું શટર બંધ કરી તેના મોઢામા ડૂંચો ભરાવી દુષ્કર્મ આચર્યુ હતુ. અન્ય બે શખ્શોએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્રણ માંથી એક આરોપી દારૂના નાશમાં હોઈ યુવતીના ગાલ પર બચકા ભરીને લોહીલુહાણ કરી દીધી હતી.

મોડીરાત્રે ૧ર વાગ્યે યુવતી દુષ્કર્મીઓનો પીછો છોડાવી નગ્ન અવસ્થામા ભાગી છૂટી હતી. નજીકમાં આવેલા ગેરેજમાં પોહચી મદદ માંગતા ગેરેજ માલિકે યુવતીને સાડી વીંટાળી તેના ભાઇનો સંપર્ક કર્યો હતો.

યુવતીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન કઈ જવામાં આવી હતી જ્યાંથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

You might also like