એક દાયકામાં ચાંદીની માંગમાં ત્રણ ગણો વધારો

અમદાવાદ: ચાંદીના ભાવમાં છેલ્લા બે મહિનાથી તેજીની ચાલ જોવા મળી છે. સ્થાનિક બજારમાં ચાંદી પ્રતિકિલો ૪૧૦૦૦ની સપાટીએ પહોંચી ગઇ છે. એક દાયકામાં ચાંદીની માગ ત્રણ ગણી વધી ગઇ છે. વર્લ્ડ સિલ્વર-ર૦૧૮ના સર્વે અનુસાર દેશમાં વર્ષ ર૦૦૮માં ચાંદી જ્વેલરી મેન્યુફેકચરિંગ માટે ૬૦૧ ટન ચાંદીનો ઉપયોગ થયો હતો.

જ્યારે ર૦૧૭માં ર૦પ૮ ટન ચાંદીનો ઉપયોગ થયો હતો. છેલ્લા એક દાયકામાં ચાંદીના વાસણોની માગમાં જબરદસ્ત વધારો જોવાયો હતો. વાસણો માટે ૪૮૧ ટનની માંગ સામે વધીને ૧ર૧ર ટનમા માંગ જોવાઇ હતી.

રિપોર્ટ અનુસાર એક દાયકામાં દેશમાં એક અંદાજ મુજબ ૪પ૦૦૦ ટન ચાંદીની આયાત કરાઇ હતી. ચાંદીની માંગ છેલ્લાં પ વર્ષમાં વધી છે. આયાત ડેટા અનુસાર ર૦૦૮થી ર૦૧રની વચ્ચે ચાંદીની એવરેજ આયાત ૩૦૮૦ ટન હતી જ્યારે ર૦૧૩થી ર૦૧૭ની વચ્ચે ચાંદીની એવરેજ આયાત પ૮૦૦ ટનથી વધુ હતી. આમ, ર૦૧૩થી ર૦૧૭ના ગાળામાં ચાંદીની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

You might also like