ભિવંડીમાં બિલ્ડીંગ ધરાશય થતા 6નાં મોત, ઘણા દટાયા

મુંબઇ: મુંબઇની નજીક ભિવંડીમાં રવિવારે સવારે એક ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશય થતાં 6 લોકો મૃત્યુ પામ્યા છે અને આશરે 25 લોકો કાટમાળમાં ફસાયા છે. હાલમાં આ ઘટના સ્થળ પર બચાવની કામગીરી ચાલી રહી છે.

ભિવંડીના ગરીબી નગર વિસ્તરમાં આવેલું બિલ્ડીંગ કબીર જર્જિત સ્થિતિમાં હતું. આ ઘટના સવારે 9.15એ બની હતી જ્યારે અચાનક જ બિલ્ડીંગ ધરાશય થયું હતું. ભિવંડીના બચાવ અધિકારીના કહેવા મુજબ અત્યાર સુધીમાં 6 લાશને કાટમાળ માંથી નિકાળવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર 20-25 લોકો કાટમાળ નીચે ડટાયા હોવાની આશંકા છે.

ભિવંડીમાં નિજામપુર નગરનિગમ અધિકારીઓએ જણાવ્યું કે આ ખતરનાક મકાનોની યાદીમાં હતું અને તેના માટે નોટીસ પણ આપવામાં આવી હતી.

You might also like