યુવતી સહિત ત્રણ વ્યક્તિએ નદીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી

અમદાવાદ: સાબરમતી નદીમાં એક યુવતી સહિત ત્રણ જણાએ ઝંપલાવી જિંદગી ટૂંકાવી નાખતાં પોલીસે અાત્મહત્યાના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં અાવેલ સિદ્ધેશ્વરી રો-હાઉસમાં રહેતી ગીતા રાજાભાઈ ભરવાડ નામની ૧૯ વર્ષની યુવતીએ અગમ્ય કારણસર રિવરફ્રન્ટ નારણઘાટ નં.૩ પાસે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. મણિનગરમાં દક્ષિણી સોસાયટી નજીક બ્રહ્મભટ્ટ વિલા ખાતે રહેતા ઉમેશભાઈ લક્ષ્મીપ્રસાદ બ્રહ્મભટ્ટ નામના ૫૪ વર્ષના અાધેડે પણ એનઅાઈડી પાછળ સાબરમતી નદીમાં પડતું મૂકી જિંદગી ટૂંકાવી નાખી હતી.

અા ઉપરાંત સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ ચાર રસ્તા પાસે અાવેલ રાજીવનગર વિભાગ-૬ પાસે રહેતા હર્ષદ કાંતિલાલ મકવાણા નામના ૨૧ વર્ષના યુવાને પણ અંગત કારણસર એલિસબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાપઘાત કર્યો હતો. પોલીસે ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાપી હતી. મરનારના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

You might also like