પંજાબમાં 3 લોકો સ્વિફ્ટ ડિઝાયર હાઇજેક કરી ફરાર : રેડ એલર્ટ જાહેર

ગુરદાસપુર : પંજાબનાં ગુરદાસપુર જિલ્લાનાં દિનાનગરમાં ત્રણ લોકો દ્વારા સ્વિફ્ટ ડિઝાયર કાર લઇને ફરાર થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાં સામે આવ્યા બાદ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. સુત્રોનાં અનુસાર ટાટા સૂમોમાં આવેલા ત્રણ લોકોએ શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે પ્રદીપ સૈની નામનાં એક વ્યક્તિને અટકાવી તેનાં પર હૂમલો કર્યો હતો. ત્યાર બાદ તેની કાર હાઇજેક કરી લીધી હતી. સૈનીની કારનો નંબર PD 01 A 7651 છે.

પોલીસે ઘટનાં સ્થળ પર પહોંચીને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથીસંપુર્ણ કથની સાંભળી હતી. મુદ્દાની ગંભીરતા સમજીને પોલીસ દ્વારા તુરંત જ સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જો કે પોલીસે ટાટા સુમો કાર શનિવારે જ મળી આવ હતી. જ્યારે સ્વિફ્ટ ડિઝાયરને ગુરદાસપુરમાં પાકિસ્તાની બોર્ડરની પાસેથી મળી આવી હતી. હાલ તો પોલીસ આરોપીઓને શોધવા માટેનાં ભરપુર પ્રયાસો કરી રહી છે.

ઘાયલ પ્રદીપ સૈની પઠાણકોટ જિલ્લામાં ખાનપુરનો રહેવાસી છે. 3 પાકિસ્તાની આતંકવાદીઓ ગત્ત વર્ષે જુલાઇમાં ગુરદાસપુરનાં દીનાનગરમાં હૂમલો કરી દીધો હતો. આતંકવાદીઓએ પહેલા એક બસ પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ દીનાનગર પોલીસ સ્ટેશન પર હૂમલો કર્યો હતો. પોલીસ અને કમાન્ડો સાથે આતંકવાદીઓને લગભગ 11 કલાક ફાયરિંગ ચાલ્યું હતું. આતંકવાદીઓની પાસે ત્રણ એકે-47, હેન્ડ ગ્રેનેડ અને જીપીએસ સિસ્ટમ ઉપરાંત ડાયફ્રૂટ મળી આવ્યા હતા.

You might also like