સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે ટેમ્પો પલટી જતાં ત્રણનાં મોત

સુરેન્દ્રનગરમાં ટેમ્પો પલટી ખાતા ઘટનાસ્થળે 3 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં રણમાં ટેમ્પો પલટી મારી જતાં 3 વ્યક્તિનાં મોત નિપજયા છે. આ દૂર્ઘટના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે બની હતી. જેમાં ઘટનાસ્થળે 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like