ભૂલથી સરહદ પર આવી ગયા પાકિસ્તાની, BSFએ કર્યું કાંઇક આવું

અમૃતસરઃ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર ભલે ગરમા ગરમીનો માહોલ ચાલી રહ્યો હોય. પરંતુ ભારતના BSF જવાને આ તમામ પરિસ્થિતિને અવગણીને માવતા દાખવી કાંઇક આવું પગલું ભર્યું. તમને જણાવી દઇએ કે ત્રણ પાકિસ્તાનીઓ ભૂલથી સીમા પાર કરીને ભારતમાં પ્રવેશી ગયા હતા, ત્યારે એ ત્રણેય કિશોર પાકિસ્તાનીને પરત પાકિસ્તાન ભેટ આપીને મોકલી આપવામાં આવ્યાં હતા.

ત્રણેય કિશોરો સીમા પાર કરીને અમૃતસરના અજનાલા શહેરમાં આવી પહોંચ્યા હતા. જેમને ખૂબ જ સલામતી સાથે પાકિસ્તાન પરત મોકલી આપવામાં આવ્યાં છે. ત્રણ કિશોરેને BSFના જવાનાઓએ ગિફ્ટ અને મિઠાઇ સાથે તેમના દેશ પરત મોકલી આપ્યા હતાં. આમિર(15), નોમિલ અલી (14) અને અરશદ (12) કિશોરો શુક્રવારે મોટરસાઇકલ પર બેસીને તેમના સંબંધીને મળવા જઇ રહ્યાં હતા. તે સમયે તેઓએ ભૂલથી સીમા ઓળંગી દીધી અને ભારતના ક્ષેત્રમાં પ્રવેશી ગયા હતા.

ત્યાં ફરજ પર હાજર BSF જવનોએ તેમને પકડી પાડ્યાં હતા. શુક્રવારે અંદાજે બપોરે 12.30 કલાકે ત્રણેય કિશોરોને BSFના જવાનોએ પકડી પાડ્યાં હતા. જવાનોઓ ત્રણેય કિશોરોને જમાળ્યા હતા, સાથે જ સલામત રીતે  સાચવ્યા અને પછી તેમને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા હતાં. આમિર BSF જવાનોના આ રીતના વ્યવહારથી ખુશ થઇ ગયો હતો. જેણે પોતાના દેશની સરકાર પણ ભારતીયો સાથે આ રીતનો જ વ્યવહાર કરે તેવી આશા વ્યક્ત કરી છે.

BSFના જવાનોએ પાકિસ્તાની અધિકારીઓ સાથે અને ભારતીય અધિકારીઓ સાથે આ ત્રણેય કિશોરો અંગે  વાત કરી હતી. અધિકારીઓ દ્વારા કિશોરોની તપાસ હાથ ધરાઇ હતી. જેમનો સીમામાં પ્રવેશવાનો કોઇ જ ખોટો ઇરાદો ન હતો. તેઓ ભૂલથી ભારતની સીમામાં પ્રવેશી ગયા હતા. ત્યારે તેમને રમજાનની ગિફ્ટ સાથે પરત પોતાના દેશ મોકલવામાં આવ્યાં હતા.

You might also like