RBIની નીતિ પહેલાં ત્રણ મોટી બેન્કે વ્યાજદર વધાર્યા

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી નીતિની સમીક્ષા પૂર્વે દેશની ત્રણ મોટી બેન્કો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્કે પોતાના વ્યાજદરમાં વધારો કર્યો છે.

એસબીઆઇએ વ્યાજદરમાં ૦.૫ ટકા તો આઇસીઆઇસીઆઇ બેન્કે ૦.૧૦ ટકા અને એચડીએફસીએ હોમ લોન પર ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. બેન્કોના વ્યાદર વધવાથી હવે હોમ અને ઓટો લોન પર ગ્રાહકોના ઇએમઆઇમાં વધારો થશે.

ઓગસ્ટમાં પણ આરબીઆઇની મોનેટરી નીતિ જાહેર થયા બાદ તુરત એચડીએફસીએ હોમ લોન પર પોતાના વ્યાજદરમાં ૨૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. અહેવાલો અનુસાર આરબીઆઇ પોતાની આગામી નીતિમાં રેપોરેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરી
શકે છે.

You might also like