ગામમાં ત્રણ સિંહોએ મચાવ્યો આતંક, છત પર ચઢીને લોકોએ બચાવ્યો જીવ

અમેરલી: છેલ્લા કેટલાક સમયથી ગીરના જંગલને છોડીને સિંહ રહેણાંક વિસ્તારમાં આવ્યા હોવાનો સમાચાર પ્રાપ્ત થયા છે. એવામાં એક વધારે ચોંકાવનારો કિસ્સો બુધવારે રાતે અમેરલીના સાવરકુંડલામાં પ્રકાશમાં આવ્યો છે.

અમરેલી સાવરકુંડલાના પીથાવાડી ગામમાં એક સાથે ત્રણ સિંહ આવી જવાથી અફરાતફરી મચી ગઇ હતી, દરેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરોની છતો પર ચઢી ગયા હતાં. સિંહે અહીં ગાયને પોતાનો શિકાર બનાવી હતી તો બીજી બબાજુ રસ્તે ચાલતાં બે લોકો પર પણ હુમલો કરીને ઘાયલ કરી દીધા હતાં.

સિંહ અહીંયા ગીરના જંગલની પાસે રેવન્યુ વિસ્તારમાં કેટલીક વખત શિકારની શોધમાં આવી જાય છે. સાવરકુંડલામાં રાતે આશરે 9 વાગ્યે સિંહ અચાનક ગામમાં ઘૂસી ગયા અને આખા ગામમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જેના કારણે ગામના લોકો પોતાનો જીવ બચાવવા માટે છત પર ચઢી ગયા અને સિંહની બીકના કારણે આખી રાત છત પર પસાર કરવી પડી હતી.

જો કે વનવિભાગને આ માટેની જાણકારી મળ્યા બાદ તરત જ ટીમ અહીં પહોંચી ગઇ હતી. સાથે લોકોલ પોલીસ પણ અહીં પહોંચી ગઇ અને બંનેએ મળીને સિંહને જંગલ તરફ રવાના કરી દીધો હતો. ત્યારબાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ઘાયલ થયેલા લોકોને ત્યાં જ અમરેલીની સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરવા માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

You might also like