બેન્કના મેસેજ નહીં જોવાનું ભારે પડ્યું ખાતામાંથી ત્રણ લાખ ઉપડી ગયા

અમદાવાદ: બેન્ક એકાઉન્ટ નંબર મેળવીને અથવા એટીએમ કાર્ડના ‌િપન નંબર મેળવીને છેતરપિંડીના અનેક બનાવ સામે આવે છે છતાં લોકોને પોતાની બેદરકારી જ છેતરપિંડીનો ભોગ બનાવે છે. ચાંદખેડાના યુવકના ચેન્નઇ ખાતે આવેલી ICICI બેન્કના એટીએમ દ્વારા ખાતામાંથી રૂ.૩ લાખ ઉપડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ દિવસ બાદ યુવકે મેસેજ જોતાં પૈસા ઉપડી ગયા હોવાનું ધ્યાને આવતાં તેમણે સાયબર ક્રાઇમમાં આ અંગે ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ ચેન્નઇના અને હાલ ન્યુ સીજી રોડ પર શ્રીહ‌િર રેસિડન્સીમાં રહેતા અને નરોડા જીઆઇડીસીમાં આવેેલી એક કંપનીમાં નોકરી કરતા સંદીપ લક્ષ્મણમ (ઉ.વ. ર૮)નું ચેન્નઇ ખાતે ICICI બેન્કમાં એકાઉન્ટ છે, તેનું એટીએમ કાર્ડ પણ તેઓ ધરાવે છે.

૧પ એપ્રિલના રોજ સંદીપે સવારે તેમના મોબાઇલમાં મેસેજ જોતાં તેમના ICICI બેન્કના એકાઉન્ટમાંથી રૂ.૩ લાખ ઉપડી ગયા હતા. ૧૩ એપ્રિલથી ૧પ એપ્રિલ સુધીમાં રૂ.૩ લાખ ઉપડી જતાં આ અંગે તેઓએ ચેન્નઇ ખાતે બ્રાંચ મેનેજરને જાણ કરી હતી. મેનેજરે તપાસ કરતાં સુભાષબ્રિજ ખાતે આવેલા કાવેરી કોમ્પ્લેકસ, સરખેજ ચાર રસ્તા પાસેના એટીએમમાંથી પૈસા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. સંદીપે એટીએમ દ્વારા કોઇ નાણાં ન ઉપાડ્યાં હોઇ કોઇ વ્યક્તિએ છેતરપિંડી કરી પૈસા ઉપાડી લીધા હોવાનું ધ્યાને અાવતાં તેમણે આ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like