ખાડી દેશોમાંથી ડિપોર્ટ કરાયા 3 ભારતીયો : IS સાથે સંડોવણીની શંકા

નવી દિલ્હી : એક ખાડી દેશે ત્રણ ભારતીયોને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંબંધ હોવાની શંકામાં પાછા મોકલવામાં આવ્યા છે. આ ત્રણેય ભારતીયો પર આઇસનાં ઓનલાઇન દુષ્પ્રચારનો આરોપ લાગી રહ્યો છે. ખાડી દેશોને શંકા છે કે આ ત્રણેય ભારતીયો બિનકાયદેસર રીતે આતંકવાદી સંગઠનને વધારે આગળ લઇ જવામાં મદદ કરી રહ્યા છે. જેનાં કારણે તેમણે આ પગલું ઉઠાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ યુએઇએ ગત્ત વર્ષે ચાર ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. આ ભારતીયોને આઇએસની સાથે સંબંધ હોવાની શંકાનાં કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ દેશનાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આઇએસનાં વધી રહેલા ખતરાનાં મુદ્દે શુક્રવારે જણ કહ્યું હતું કે ભારતીયત સુરક્ષા એજન્સીઓ આ આતંકવાદી સંગઠન થનારા ખતરાઓને પહોંચી વળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમારી સુરક્ષા એજન્સીઓ આઇએસને દરેક પ્રકારે મદદ કરવા માટે સક્ષમ છે. રાજનાથ સિહે આ વક્તવ્ય યૂપીનાં ગ્રેટર નોએડામાં એક સમારંભના દરમિયાન આપ્યું હતું.

You might also like