આ ત્રણ ભારતીય ક્રિકેટર્સ પર આવી આફત, જાણો શું છે મામલો

આ એક માત્ર સંયોગ છે કે બે દિવસની અંદર ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ ક્રિકેટરો પર એક સાથે આફત આવી છે. બે દિવસમાં ત્રણ અલગ-અલગ ઘટના થઇ જેમાં ત્રણેય ઘટનાઓમાં ટીમ ઇન્ડીયાના ક્રિકેટરોને નુકસાન થયું છે. આ ત્રણ ક્રિકેટરના નામ છે મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઇરફાન પઠાણ.

1. મોહમ્મદ શમી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર કેટલાક લોકોએ તેના કોલકાતામાં આવેલા ઘર પર હુમલો કર્યો હતો. શમીએ શનિવારે બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કે રાત્રે કાર પાર્ક કરતા સમયે તેની એક વ્યક્તિ સાથે બોલાચાલી થઇ હતી, આ વાત પર તે માણસે શમીને ગાળો આપી હતી. શમીએ આ ઘટના બાદ પોલિસ સુરક્ષાની માગ કરી છે અને આશા છે કે જલ્દી જ પોલિસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરશે.

2. ઉમેશ યાદવ : ક્રિકેટર ઉમેશ યાદવના નાગપુરમાં આવેલા મકાનમાં ચોરી થઇ હતી. ઉમેશનું ઘર નાગપુરના પોશ વિસ્તારમાં આવેલું છે. આ ઘટના વખતે ઉમેશ યાદવ તેના ઘરે હતો નહીં. આ મામલે ઉમેશ યાદવે પોલીસ ફરિયાદ પણ કરી છે.

3. ઇરફાન પઠાણ : બીજી તરફ ક્રિકેટ ઇરફાન પઠાણ પોતાની પત્ની સાથે સોશિયલ મિડીયા પર ફોટો શેર કરવા પર ટ્રોલ થયો. ખરેખર તો ઇરફાન પઠાણે રવિવારે તેની પત્ની સફા બેગ સાથે ફેસબુક પર એક ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટામાં ઇરફાનની પત્નીએ હિજાબ પહેર્યો હતો અને હાથથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો. કેટલા યૂઝર્સે ઇરફાનના આ ફોટાને લઇને ટ્રોલ કર્યો હતો. લોકોનું કહેવું હતું કે ઇરફાનનો આ ફોટો ગેરઇસ્લામિક છે, કારણ કે તેમા તેની પત્નીનો અડધો ચહેરો દેખાય છે.
http://sambhaavnews.com/

You might also like