ત્રણ મકાનનાં તાળાં તૂટ્યાં ચાર લાખની માલમતાની ચોરી

અમદાવાદ: ચાંદખેડા અને વટવા વિસ્તારમાં તસ્કરોએ ત્રણ મકાનનાં તાળાં તોડી અાશરે રૂપિયા ચાર લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

અા અંગેની વિગત એવી છે કે ચાંદખેડાના ત્રાગડ રોડ પર અાવેલ ધરતીનગર સોસાયટીના એક બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ ત્રાટકી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા બે લાખની માલમતાની ચોરી કરી હતી. જ્યારે અા જ વિસ્તારમાં અાવેલ ધરતી બંગલોઝના એક મકાનને પણ તસ્કરોએ ટાર્ગેટ બનાવી રૂપિયા ૭૫ હજારની મતાની ચોરી કરી હતી. અા ઉપરાંત વટવામાં વિંઝોલ ક્રોસિંગ રોડ પર અંબાજીના મંદિર પાસે અાવેલ સત્યમ્ સાગર ટેનામેન્ટના એક મકાનનાં તસ્કરોએ તાળાં તોડી સોનાનાં ઘરેણાં, ટીવી વગેરે મળી રૂપિયા ૮૦ હજારની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે તપાસ હાથ ધરી છે.

You might also like