શ્રેયસ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીએ એરોડાયનેમિક સાઇકલ બનાવી

વડોદરા : શહેરની દક્ષિણ વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયના ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આરામદાયક સાઇકલની રચના કરી તેમાં ડાયનેમો મુકેલ હોવાથી ઇલેકટ્રીક સિટી ઉત્પન્ન થશે. શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ સાઇકલની રચના કરી એવું સાબીત કર્યું હતું કે જો ઇરાદો હોય મજબુત તો કોઇપણ સમસ્યાઓ તેને નડતી નથી.

શહેરની શ્રેયસ વિદ્યાલયના ધો.૧૧ના સાયન્સ મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ કુશંગા દેસાઇ, અંબરિષ જોષી અને જય પ્રજાપતિએ આરામદાયક સાઇકલની રચના કરી છે. જેમાં ડાયનેમો મુકેલ છે જેનાથી ઇલેકટ્રીસીટી ઉત્પન્ન થશે જેમાં લાઇટ તથા પાછળ રીફલેકટર હોવાથી અકસ્માતથી બચી શકાય છે. જેની લંબાઇ ૭.૫ ફૂટ છે.

સાઇકલની ગતિ ૩૦થી ૩૫ કિ.મી. છે. આ સાઇકલ સ્ક્રેપના પાઇપમાંથી બનાવવામાં આવી છે. આવા રચનાત્મક અભિગમ દ્વારા પ્રદુષણ મુકત વાહન વ્યવહાર થઇ શકે છે તેની રચના અને અવનવી શોધ બદલ શ્રેયસ સ્કૂલના સંચાલક પંકજ જાનીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

You might also like