ગુજરાતના ત્રણ ઉચ્ચ અધિકારીઓને મળ્યાં રાષ્ટ્રપતિ મેડલ

ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક ઉચ્ચ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ મળ્યાની જાહેરાત થઈ છે. આ અધિકારીઓને રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ અધિયારીઓમાં એક સુરતના અને બીજા બે જુનાગઢના છે.

આવી રહેલી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દેશના પોલીસ અધિકારીઓને તેઓની ઉમદા ફરજ બદલ રાષ્ટ્રપતિ દ્વારા જુદા જુદા મેડલ એનાયત કરાયા છે. જેમા પોતાના કેરિયર દરમિયાન સારી કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓની પણ પસંદગી કરી તેમને મેડલ આપવામા આવે છે.

ગુજરાતના સુરત શહેરમા જોઇન્ટ સીપી તરીકે ફરજ બજાવતા સીધ્ધરાજસીહ ભાટીની પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થતા પોલીસ બેડામા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ત્રણ અધિકારીઓને મળ્યા મેડલ:
રક્ષાશક્તિ યુનિ.ના ડે. ડાયરેક્ટર જનરલ વિકાસ સહાય-પોલીસ મેડલ
સુરત જોઇન્ટ CP એસ.જી.ભાટી-પોલીસ મેડલ
જૂનાગઢના DSP અજય ગખર-રાષ્ટ્રપતિ મેડલ

You might also like