કાશ્મીરમાં એક દિવસમાં થયેલા ત્રણ ગ્રેનેડ હુમલા

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પહેલાં આતંકવાદીઓએ એક વાર ફરી કાશ્મીરમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. શુક્રવારે સખત સુરક્ષાવાળા શ્રીનગરના લાલચોક અને દક્ષિણ કાશ્મીરના શોપિયાના કાગરન ક્ષેત્રમાં આતંકવાદીઓએ શુક્રવારે સુરક્ષાદળો પર બે અલગ અલગ હુમલા કર્યા હતા. આ હુમલામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી, પરંતુ આતંકીઓ ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા. બંને ગ્રેનેડ હુમલાની જવાબદારી પણ જૈશ-એ-મોહંમદે લીધી છે.

શ્રીનગરમાં ૨૪ કલાકની અંદર બીજો હુમલો થયો હતો. આ પહેલાં ગુરુવારે બપોરે આતંકવાદીઓએ રાજબાગમાં પોલીસદળ પર ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં એક એએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારી જખમી થયા હતા. તેની જવાબદારી પણ જૈશ-એ-મોહંમદે લીધી છે.

આતંકવાદીઓે શુક્રવારે બપોરે લગભગ ૧.૫૦ની આસપાસ લાલચોક-શ્રીનગરમાં ઘંટાઘર પાસે ઊભેલ સીઆરપીએફની ૧૩૨મી વાહિની અને રાજ્ય પોલીસના જવાનોને નિશાન બનાવવા માટે ગ્રેનેડ ફેંક્યા હતા, પરંતુ ગ્રેનેડ જવાનોથી દૂર એક શો-રૂમ બહાર ફૂટપાથ પર પડ્યા હતા, તેનાથી કોઈ નુકસાન ન થયું, પરંતુ એક દુકાનનો બહારનો ભાગ તેમજ એક કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી. ધડાકાના અવાજથી લાલચોકમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. જવાનોએ એ સમયે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરતાં લાલચોકમાં તલાશી અભિયાન પણ ચલાવ્યું હતું, પરંતુ આતંકીઓનો કોઈ સુરાગ ન મળ્યો.

લાલચોકમાં હુમલાના લગભગ દોઢ કલાક બાદ આતંકીઓએ શોપિયાના કાગરન ક્ષેત્રમાં રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની શિબિર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

You might also like