જૂના મકાનનો રવેશ તૂટી પડતાં ત્રણનાં મોતઃ બે ગંભીર

અમદાવાદ: વેરાવળના તપેશ્વર રોડ પર આવેલા એક જૂના મકાનનો રવેશ ધડાકા સાથે એકાએક તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે બે જણાને ગંભીર ઈજાઓ થઈ હતી.  આ અંગેની વિગત એવી છે કે વેરાવળના સટ્ટાબજાર વિસ્તારમાં તપેશ્વર રોડ પર આવેલ પ્રકાશભાઈ દામોદારભાઈ કોટેચાનું ૫૦ વર્ષ જૂનું મકાન આવેલું છે. આ મકાનનો રવેશનો ભાગ બપોરના સમયે અચાનક તૂટી પડતાં મકાનની બાજુમાં દાતણ વેચતા એક પરિવારની ત્રણ વ્યક્તિઓ રવેશના કાટમાળ નીચે દટાઈ જતાં ગંભીર ઈજાઓ થતાં ત્રણેયનાં મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં જમનાબહેન સોલંકી, પ્રવીણભાઈ સોલંકી સહિત ત્રણ વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. જ્યારે એકની સ્થિતિ હાલ નાજુક છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like