ભુજ હાઇવે પર બે ટ્રકનો અકસ્માત : 3નાં મોત હાઇવે પર ટ્રાફીક જામ

અંજાર : અંજારથી ભુજ જતા હાઇવે પર બુધવારે રાત્રે ટ્રક અને ટ્રેલર સામ સામે ટકરાયા હતા. જેમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે બંન્ને ટ્રક અથડાયા બાદ 30 ફુટ જેટલી ફંગોળાઇ ગઇ હતી. સવારનાં ભાગમાં ભુજ હાઇવે પર બંન્ને ટ્રકનો કાટમાળ સમગ્ર રસ્તા પર વિખરાયેલો હતો. જેના કારણે ભારે ટ્રાફીક જામ થયો હતો.

અંજારથી 3 કિલોમીટર દૂર ભુજ હાઇવે પર બુધવારે મોડી રાત્રે ભુજ તરફ જઇ રહેલા ટ્રેલર GJ 12 AZ 4285નો સામેથી આવી રહેલા ટ્રક GJ 12 AU 6252 સાથે ધડાકાભેર અથડાતા બંન્ને ટ્રકમાં બેઠેલા 3 લોકોનાં મોત થયા હતા.

જો કે બંન્ને ટ્રક વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંન્ને ટ્રક અથડાયા બાદ એકબીજાથી 30 ફુટ દુર ફંગોળાયા હતા. અંજાર આવી રહેલા ટ્રેલરનો ડ્રાઇવર રાજુ ઇશ્વરદીન સરોજ અને તેના મિત્ર જીતેન્દ્ર કપીલ બીંદ તેમજ ભુજ તરફતી આવતા ટ્રેલરનાં ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

You might also like