સળંગ ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૪૮૦ પોઈન્ટનો કડાકો

અમદાવાદ: શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સળંગ ત્રીજા સેશનમાં બજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટના ઘટાડે ૩૨,૮૩૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૧૫૧ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. મેટલ સેક્ટર સહિત મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. સળંગ ત્રણ સેશનમાં સેન્સેક્સમાં ૪૮૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો.

આજે શરૂઆતે મેટલ સહિત, એફએમસીજી, બેન્કિંગ, ફાર્મા અને પાવર સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૦.૨૫ ટકાના ઘટાડે ૨૫,૨૨૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. તો બીજી બાજુ આઈટી સેક્ટરના શેરમાં સાધારણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

આજે શરૂઆતે હિન્દાલ્કો, વેદાન્તા, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એનટીપીસી કંપનીના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ બીપીસીએલ, એચપીસીએલ, અંબુજા સિમેન્ટ, ટીસીએસ, એલએન્ડટી, ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં એકથી ૧.૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વેપાર ખાધ ત્રણ વર્ષના ઊંચા સ્તરે જોવાતાં તથા ફુગાવાના ડેટાના પગલે શેરબજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી છે.

આ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ જોવાયા
દેના બેન્ક ૨૪.૯૦
જનરલ ઈન્સ્યોરન્સ ૮૧૬.૦૦
ઈન્ડિયન એનર્જી એક્સચેંજ ૧૫૪૦.૫૦
કેસોરામા ૧૨૦.૮૦
ખાદીમ ઈન્ડિયા ૬૬૫.૨૫
લ્યુપિન ૮૧૮.૫૫
મહિન્દ્રા લોજેસ્ટિક ૪૨૨.૦૫
ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ ૬૯૦.૬૦
રિલાયન્સ કોમ્યુ. ૧૧.૨૫
યસ બેન્ક ૨૯૬.૦૦

મેટલ શેર પીગળ્યા
ટાટા સ્ટીલ ૧.૪૪ ટકા
હિન્દાલ્કો ૨.૧૩ ટકા
સેઈલ ૧.૮૮ ટકા
વેદાન્તા ૨.૨૧ ટકા
એનએમડીસી ૦.૪૮ ટકા
જિન્દાલ સ્ટીલ ૧.૨૯ ટકા

રોકાણકારની સંપત્તિનું ૬૩ હજાર કરોડનું ધોવાણ
આજે શરૂઆતે જ સેન્સેક્સમાં ૧૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જેના પગલે રોકાણકારની સંપત્તિમાં રૂ. ૬૩,૪૦૦ કરોડથી વધુનું ધોવાણ થઈ ચૂક્યું છે. ગઈ કાલે છેલ્લે બીએસઈની માર્કેટ કેપિટલ રૂ. ૧,૪૩,૨૯,૩૪૬ કરોડની સપાટીએ જોવા મળી હતી.

You might also like