વડોદરા હાઈવે પર હિટ એન્ડ રનઃ ત્રણ બાઈકસવાર યુવાનોનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: વડોદરા હાઇવે પર બોડેલી નજીક મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં ત્રણ બાઇકસવાર યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે વડોદરા હાઇવે પર બોડેલી અને છોટા ઉદેપુર વચ્ચે છુછાપુરા ગામ પાસેથી ત્રણ યુવાનો બાઇક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા કોઇ અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં બાઇકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા અને ત્રણેયને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ યુવાનો ક્યાંના હતા અને કોણ હતા તે અંગેનો હજુ સુધી કોઇ પુરાવો મળી આવ્યો નથી. પોલીસે ત્રણેય લાશ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી છે અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઇ પતો મળ્યો નથી.

You might also like