મહિનાના અંત સુધીમાં ત્રણ કંપનીના IPO આવશે

અમદાવાદ: પ્રાઇમરી બજારમાં તેજી જોવા મળી રહી છે. એરિસ લાઇફ સાયન્સીસનો ઇશ્યૂ આવતી કાલે બંધ થઇ રહ્યો છે, જ્યારે જૂન સુધીમાં વધુ ત્રણ કંપનીના આઇપીઓ કતારમાં છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિ.નો આઇપીઓ આજથી ખૂલી રહ્યો છે, જ્યારે જીટીપીએલ હેથ-વે અને એયુ ફાઇનાન્શિયલ-ઇન્ડિયાનો આઇપીઓ પણ આ મહિનાના અંત સુધીમાં આવશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સીડીએસએલનો આઇપીઓ આજથી ખૂલી રહ્યો છે, જે ૨૧ જૂન સુધી ચાલશે. કંપનીએ રૂ. ૧૪૫થી ૧૪૯ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

જ્યારે જીટીપીએલનો આઇપીઓ ૨૧ જૂનથી ખૂલશે. ૨૩મીએ બંધ થશે. કંપનીએ રૂ. ૧૬૭થી ૧૭૦ની પ્રાઇસ બેન્ડ રાખી છે. એ જ પ્રમાણે આ મહિનાના અંતમાં એયુ ફાઇનાન્શિયલ-ઇન્ડિયાનો આઇપીઓ આવશે, જે ૨૮ જૂને ખૂલશે અને ૩૦ જૂને બંધ થશે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૩૩૫થી ૩૩૭ની રાખી છે.
http://sambhaavnews.com/

You might also like