મથુરા નજીક માલગાડીનાં ત્રણ વેગન ખડી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં માલગાડીનાં ત્રણ વેગન પાટા પરથી ઊથલી પડયાં હતાં. અછનેરા-મથુરા રૂટ પર સર્જાયેલી આ દુર્ઘટનામાં કોઇ ખુવારી થઇ હોવાના અહેવાલ નથી. જોકે માલગાડીનાં વેગન પાટા પરથી ખડી પડતાં કાશગંજ-અછનેરા રેલ રૂટ પ્રભાવિત થયો હતો અને આ રૂટ પરનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી રેલવે દુર્ઘટનાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. આ અગાઉ ર૭ સપ્ટેમ્બરે પણ બહેરાઇચ રેલવે સ્ટેશન પર શન્ટિંગ દરમિયાન ગોંડા-નેપાલગંજ પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. આ જ દિવસે ઓડિશાના કટક જિલ્લામાં નેરગુંડ્ડી સ્ટેશન નજીક બુુધવારે માલગાડીના ૧૬ વેગન પાટા પરથી ખડી પડયાં હતાં. જેના કારણે ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઇ હતી.

ર૩ સપ્ટેમ્બરે આગ્રા-ગ્વાલિયર પેસેન્જર ટ્રેનનો એક ડબો કેન્ટ રેલવે સ્ટેશન પર પાટા પરથી ખડી પડયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ ઘાયલ થયું નહોતું. ૧૯ સપ્ટેમ્બરે બુઢવાલ-બાલમુવ પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડયું હતંું. આ ઉપરાંત ૧૪ સપ્ટેમ્બરે જમ્મુ-રાજધાની એકસપ્રેસનો એક ડબો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પાટા પરથી ખડી પડયો હતો.

You might also like