હાર્ટ ફેલ્યોરથી બચવા મહિનામાં ત્રણ ચોકલેટ બાર ખાવા

ચોકલેટ નહીં ખાનારા લોકોની સરખામણીમાં એક મહિનામાં ત્રણ ચોકલેટ-બાર ખાનારા લોકોમાં હાર્ટ ફેલિયોરનું જોખમ ૧૩ ટકા જેટલું ઘટી જાય છે. આમ ચોકલેટ શરીર અને હાર્ટ માટે ઉપયોગી છે અને એ ખાવામાં આવવી જોઇએ. જોકે આ પ્રમાણ કરતાં વધારે ચોકલેટ ખાવામાં આવે તો હાર્ટ ફેલિયોરનું પ્રમાણ ૧૭ ગણું વધી જાય છે. ચોકલેટ કોકોમાંથી તૈયાર થાય છે.

જેમાં ફલેવનોઇડ નામનું એક કુદરતી તત્ત્વ હોય છે જે લોહીનું વહન કરતી નસોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. નસોમાં સોજો આવે તો એને મટાડવામાં એ મદદરૂપ થાય છે. એ ગુડ કોલેસ્ટરોલ વધારવામાં પણ મદદ કરે છે. ફલેવનોઇડના લીધે નાઇટ્રિક ઓકસાઇડ નામનો ગેસ તૈયાર થાય છે.

જે લોહીની નસોને પહોળી કરવામાં અને લોહીનું શરીરમાં ભ્રમણ કરવામાં મદદરૂપ થાય છે. જોકે ચોકલેટમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોય છે એથી એનું સેવન યોગ્ય અને પ્રમાણસર રીતે કરવું જોઇએ અન્યથા એ હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. જે લોકો ચોકલેટ ખાવા ઇચ્છતા હોય તેમણે ડાર્ક ચોકલેટ ખાવી જોઇએ.

You might also like