કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત બે બાળકો સહિત ત્રણનાં મોતઃ બે ગંભીર

અમદાવાદ: ભૂજ તાલુકાના કનૈયા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, ભૂજના કનૈયા ગામ પાસેથી સવારે આઠ વાગ્યાના સુમારે પસાર થઇ રહેલી કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં રાપરથી ભૂજ જઇ રહેલા મુસ્લિમ પરિવારના સલીમ હુસેન (ઉ.વ.ર૩), સોહેબ અલીમહંમદ (ઉ.વ.૧૦) અને રેહાન રમઝાન (ઉ.વ.૭)ના ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે સલમાબહેન અને સાહિલને ગંભીર ઇજા થતા ભૂજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેેેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like