સુરત : તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોનાં ડૂબી જતા મોત

સુરત : ડિંડોલીમાં આવેલા માનસરોવર તળાવમાં ન્હાવા માટે ગયેલા ત્રણ બાળકોનાં મોત નિપજ્યા હતા. એક સાથે ત્રણ બાળકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તળાવનાં કિનારે કપડા પડેલા જોયા બાદ અને તળાવમાં કોઇ પણ દેખાયું નહોતું જેનાં કારણે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરનો કાફલાએ ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય બાળકોનાં મૃતદેહો બહાર કાઢ્યા હતા. ડિંડોલી ગોંદરડા રોડ પર આવેલા માનસરોવર નામના તળાવમાં 13થી 14 વર્ષનાં ત્રણ બાળકો ન્હાવા માટે ગયા હતા.

જો કે તરતા નહી હોવાનાં કારણે ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તળાવનાં કિનારેથી બાળકોને ડૂબતા જોઇ સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર અને પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડે ત્રણેયની શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને સિવિલ ખાતે પોસ્ટમોર્ટ માટે મોકલી આપીને પોલીસે સ્થળ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધી હતી. તથા સ્થાનિકોની પુછપરછ પણ હાથ ધરી હતી.

મૃત્યુ પામનારા ત્રણેય બાળકો મિત્રો હતા. ત્રણેય રમતા રમતા તળાવમાં ન્હાવા જવા માટેનું આયોજન કર્યું હતું. ત્રણેય કિનારે કપડા કાઢીને પાણીમાં પડતાની સાથે જ ડૂબવા લાગ્યા હતા. જો કે બાળકોનાં મૃત્યુનાં સમાચાર મળતાની સાથે જ પરિવારનાં લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. ત્રણેય મૃતદેહોને જોઇને પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારનાં આક્રંદનાં કારણે ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અત્રે નોંધનીય છે કે ત્રણેય બાળકોનાં પરિવાર સામાન્ય મધ્યમ વર્ગનાં છે. રોહિત પાટિલ નામનાં મૃતકનાં પિતા ભદ્રેશભાઇ ટેમ્પો ચલાવે છે જ્યારે ગણેશ રાજપુતનાં પિતા સરદારસિંહ સંચાનાં કારખનામાં કામ કરે છે અને રાજુ રાજપુતનાં પિતા ફતેહસિંહ પણ રિક્ષા ચલાવે છે.

મૃત બાળકોનાં નામ
રોહિત ભદ્રેશભાઇ પાટીલ (ઉ.વ 14)
ગણેશ સરદારસિંહ રાજપૂત (ઉ.વ 13)
રાજ ફતેહસિંહ રાજપુત (ઉ.વ 13)

You might also like