આસામ : અંગૂરલતા પાનેતરમાં આવીને સંસ્કૃતમાં લીધા શપથ

ગુવાહાટી : આસામની એસેમ્બલીમાં પહેલા દિવસે ધારાસભ્યોએ સાત અલગ અલગ ભાષામાં શપથગ્રહણ કર્યા હતા. જેમાં ભાજપનાં ચર્ચિત ધારાસભ્ય અને અભિનેત્રી અગૂંરલતાએ સંસ્કૃતમાં શપથ લઇને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે કહ્યું કે સંસ્કૃત દુનિયાની તમામ ભાષાઓની માતા છે. હું યુવાવર્ગને આ દેવ ભાષા શિખવા માટે અપીલ કરૂ છું. ઉલ્લેખનીય છે કે બતદ્રોવા સીટ પરથી ચૂંટાયેલા અગૂંરલતા વિધાનસભા જીત્યા પહેલા અભિનેત્રી હતા.

અંગૂરલતાએ સંસ્કૃતમાં લીધા શપથ
(યુવાનોને દેવભાષા સંસ્કૃત શિખવા માટે અંગૂરલતાએ અપીલ કરી હતી)

બુધવારે આસામની નવી ભાજપ સરકારની વિધાનસભાનો પહેલો દિવસ હતો. જેમાં ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. લગ્નનું પાનેતર પહેરીને પહોચેલા અગૂરલતાએ જણાવ્યું કે તેમની માતૃભાષા આસામી છે. જો કે સંસ્કૃત સૌથી જુની અને દેવભાષા છે. ધારાસભ્યોએ સંસ્કૃતથી માંડીને આસામી, બોડો, અંગ્રેજી, હિન્દી તથા નેપાળી ભાષામાં શપથ લીધા હતા. યુવાનોને સંસ્કૃત શિખવાની અપીલ કરી હતી. અંગુરલતા સંસ્કૃત માટે ધણું કામ અગાઉ પણ કરી ચુક્યા છે.

અંગૂરલતાએ જણાવ્યું કે સંસ્કૃત એ વિશ્વની સૌથી સરળ અને સાઇન્ટીફિક ભાષા છે. યુવાનોએ આ દેવવાણી શીખવી જ જોઇએ. અંગૂરલતા સિવાય ભાજપનાં એમએલએ અશોક શર્મા અને બિલમ બોરોહાએ પણ પોતાનાં શપથ સંસ્કૃતમાં લીધા હતા. તો બર્સોલાનાં ધારાસભ્ય ગણેશ કુમારે નેપાળીમાં શપથ લીધા હતા. તેમણે કહ્યું કે મે આસામી ભાષામાં અભ્યાસ કર્યો છે પરંતુ મારી માતૃભાષા નેપાળી છે. તે ઉપરાંત 13 સભ્યોએ બંગાળી, 11એ બોડો, 5એ અંગ્રેજી અને 2 ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા જ્યારે સૌથી વધારે 91 ધારાસભ્યોએ આસામીમાં શપથ લીધા હતા.

You might also like