Ahmedabad: ન્યૂ મણિનગરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ સાંનિધ્ય ફ્લેટમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર ‌સટ્ટો રમાડતા ત્રણ શખસોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. ઘરની અંદર જ એલઇડી પર ચાલતી આઈપીએલ મેચનું જીવંત પ્રસારણ જોઈ તેના આધારે ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. પોલીસે રોકડા રૂપિયા, એલઇડી ટીવી, ૩ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રામોલ પોલીસની ટીમને માહિતી મળી હતી કે, ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલ ત્રિમૂર્તિ સાંનિધ્ય ફ્લેટમાં બી ૨૦૨ નંબરમાં જ આઇપીએલ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાઇ રહ્યો છે.આ બાતમીના આધારે ગઇ કાલે પોલીસે ઓફિસમાં રેડ કરી હતી.

ઓફિસમાં દરોડો પાડતાં ઘરની અંદર ત્રણ ઇસમો ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટ સટ્ટાના ભાવ મોબાઈલ પર લઇ રહ્યા હતા.તે દરમિયાનમાં પોલીસે ઘરમાંથી ૩ મોબાઇલ ફોન, એલસીડી ટીવી, મળી રૂ.૨૩,૦૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બેઠેલા ઇસમોની પૂછપરછ અરુણ જયસ્વાલ (રહે. ત્રિમૂર્તિ સાંનિધ્ય, ન્યૂ મણિનગર) સંદીપ પટેલ (રહે. હરિઓમ શંકર સોસાયટી, રામોલ) સંજય સિંહ વાઘેલા (રહે.હેતના પ્લાઝા, વસ્ત્રાલ), પાસેથી મોબાઈલમાં રહેલ સટ્ટાના ભાવ કપાવી જુદા જુદા ગ્રાહકો પાસેથી સોદા કરતા હતા.તેમની પોલીસ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

7 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

7 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

7 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

7 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

7 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago