મથુરામાં યમુના એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટના, AIIMSના 3 ડૉક્ટરોના મોત

ઝડપના કારણે થયેલા અકસ્માતે આજે યમુના એક્સપ્રેસ હાઈવે પર અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડૉક્ટરોનો જીવ લીધો છે. ઓઈમ્સના સાત ડૉક્ટરો નવી દિલ્હીથીઆગ્રા જઈ રહ્યા હતા, ત્યારે કાર કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં ત્રણ ડૉક્ટરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, તો ડ્રાઈવર સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર છે. મથુરાના સુરીર કોતવાલી વિસ્તારમાં હાઈવે પર આ અકસ્માત થયો હતો. એઈમ્સના ડૉક્ટરોને લઈને આગ્રા જઈ રહેલ ઈનોવા કાર કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.

કાર કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી ગયા પછી કન્ટેનર દોઢસો મીટર સુધી કારને ખેંચી ગયું હતું. કન્ટેનરમાં કાર ઘૂસી જવાથી કારના ફૂરચેફૂરચાં ઉડી ગયા હતા. મૃતકો અને ઘાયલોને કાર તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. ડૉક્ટરો કોઈ બર્થ ડે પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા.

You might also like