ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક કારણથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે દવાખાનામાં દર્દીઓની લાઈનો થવા લાગી છે આ ઠંડીના માહોલ વચ્ચે વાયરલના દર્દીઓ ઉપરાંત બ્લડપ્રેશર,પેરાલિસિસ,હાર્ટ એટેક,સહિત હદયને લગતી સમસ્યાઓમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે સાથે સાથે લગ્નની સિઝન પૂરબહારમાં હોઈને ફૂડ પોઈઝનિંગની સમસ્યાઓ પણ વકરી છે.

ડો નીતેશ શાહ (કાર્ડિયાેલોજિસ્ટ)ના જણાવ્યા અનુસાર ઠંડીના વાતાવરણમાં ઘમનીઓ સંકોચાય છે તદુપરાંત લોહી સામાન્યની તુલનાએ જાડું થાય છે જેના કારણે હદયને સમયસર પૂરતા પ્રમાણમાં લોહી ઉપલબ્ધ થતું નથી તેથી હાર્ટ એટેક,પેરાલિસિસ,અને બ્રેઈન સ્ટ્રોકના કિસ્સામાં ૫થી ૧૦ ટકા જેટલો વધારો થાય છે.

વાતાવરણ બદલાવાના કારણે શરદી ,કફ તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે સ્થાનિક સ્તરે ઠંડી વધવા સાથે જમીનથી થોડી ઉંચાઈએ જ પ્રદૂષણની માત્રા વધે છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધે છે આ મિક્સ વેધરના કારણે એલર્જીના કેસ પણ વધે છે જેમાં ખાસ કરીને ફૂડ પોઇઝનિંગ તેમજ પેટનો દુખાવો વગેરે સમસ્યાઓને લગતા કેસોમાં વધારો થાય છે ઠાકરશી હોસ્પિટલના ડો મહેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઋતુ બદલાવવાની સાથે જ ગળામાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

ગળામાં ઇન્ફેક્શન બે પ્રકારના હોય છે. પહેલા ઇન્ફેક્શનમાં ગળામાં નાની-નાની ગાંઠ થઇ જાય છે. જેમા ખૂબ દુખાવો થવા લાગે છે. જેનાથી વ્યક્તિને ખાવાનું ખાવામાં તેમજ પાણી પીવામાં ખૂબ તકલીફ થાય છે.જ્યારે અન્ય પ્રકારના ઇન્ફેકશન બેક્ટેરિયાના કારણે થાય છે તેનાથી દર્દીના ગળામાં દુખાવાની સાથે તાવ પણ આવી જાય છે. તેને સામાન્ય રીતે ટોન્સિલ્સ કહે છે. ગળામાં ઇન્ફેક્શન થવાના લક્ષણમાં પાણી પીવામાં સમસ્યા, ગળામાં દુખાવો થવો,ખાણી-પીણીમાં તકલીફ,ગળું છોલાઇ જવું, જીભમાં સોજો આવે એવી સમસ્યા દર્દીને થાય છે.

ફિઝિશિયન ડૉ. ગૌરાંગ કાપડિયાએ જણાવ્યું હતું કે ગત મહિનાની સરખામણીમાં શરદી, તાવ અને ઉધરસના કેસમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૦ટકા વધારો થયો છે. વાયરલ ઇન્ફેક્શનમાં મીઠાવાળા પાણીના કોગળા કરવાથી અને ગરમ પાણીની નાસ લેવાથી દરદીને રાહત મળે છે.

શરદીના તીવ્ર લક્ષણો ધરાવતા દરદીઓમાં ગયા અઠવાડિયાની સરખામણીએ ૨૦ ટકા વધારો થયો છે.વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ઠંડાં પીણાં ન પીવાં, ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોક્કલ ઈન્ફેક્શન અવરોધક રસી મુકાવવી,પૂરતી ઊંઘ લેવી, જમતાં પહેલાં હાથ સાબુથી બરાબર ધોવા, માંદી વ્યક્તિએ ઘરમાં જ રહેવું,અસ્થમાના દરદીએ ન્યુમોનિઆ અવરોધક રસી મૂકાવવી જોઈએ,જાહેર સ્થળોએ જવાનું ટાળવું, પંખા નીચે ન બેસવું કે સૂવું,હુંફાળું પાણી પીવું.

You might also like