આપ નેતાને મળી મારી નાખવાની ધમકી : રાજનાથને કરી ફરિયાદ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી નેતા આશીષ ખેતાનને ખતરા દ્વારા જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે.પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેતાનનું મૃત્યુ નજીક છે. આશીષે જણાવ્યું અગાઉ પણ તેમને આ પ્રકારનાં પત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. આ ધમકીવાળા પત્રને ગૃહમંત્રી રાજનાથસિંહની પાસે ફરિયાદ તરીકે મોકલવામાં આવ્યા છે.

આપ નેતાએ કહ્યું કે ગત્ત 3 વર્ષોથી ડરનું વાતાવરણ વધી રહ્યું છે. પત્રકારો, સાહિત્યકારો, કલાકારો અને નાગરિકોને દક્ષિણપંથી દળો દ્વારા ડરાવવામાં આવ્યા અને ધમકાવવામાં આવી રહ્યું છે. ઘણા સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકોની હત્યાઓ પણ થઇ છે. તેમણે જણાવ્યું કે પોલીસ હંમેશા મુક પ્રેક્ષક બની રહે છે જેનાં કારણે લોકો અને આવી સંસ્થાઓ વધારે પોરસાય છે.

આશીષે ટ્વિટર પર પોતાનાં ધમકી રૂપે મળેલા પત્રને પોસ્ટ કરતા ગૃહમંત્રી સાથે સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યોનું સંરક્ષણ કરવા માટેની આશા વ્યક્ત કરી છે. આપ નેતા અનુસાર સત્તાધારી દળો અથવા તેમની સાથે જોડાયેલી સંસ્થા વિરુદ્ધ અવાજને દબાવવાનાં પ્રયાસ કરવામાં આવે છે. આ શક્તિઓ પર અંકુશ લગાવવાનાં બદલે વધારવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેની પાછળ જે તાકાતો છે તે પહેલા ધમકાવે છે અને પછી મારે છે.

You might also like