ISISનાં ખતરાને પગલે 1500 યુવકોનાં પાસપોર્ટ રદ્દ

નવી દિલ્હી : આઇએસઆઇએસ પ્રત્યે ભારતનાં યુવાનોમાં વધી રહેલા આકર્ષણથી કેન્દ્ર સરકાર ખુબ જ ચિંતિત છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે સુરક્ષા એઝન્સીઓએ યોગ્ય પગલા ઉઠાવવાનાં ચાલુ કર્યા છે. સુત્રો અનુસાર કેન્દ્ર સરકાર આગામી થોડા દિવસોથી ઓછામાં ઓછા 1500 યુવાનોનાં પાસપોર્ટ રદ્દ કરશે. જે અંગે શંકા છે કે તે આઇએસઆઇએસનાં આકર્ષણાં આવીને તેમાં જોડવા જઇ શકે છે. તે ઉપરાંત લગભગ એક હજાર યુવકોનાં પાસપોર્ટને નિગરાનીમાં મુક્યા છે. જે અંગે સરકારને અંદેશો છેકે તે રેડિકલ તત્વોનાં સંપર્કમાં છે.

સંદિગ્ધ યુવકોને દેશ છોડતા અટકાવવા માટે કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે કેરળનાં લગભગ એક ડઝન યુવકો ગાયબ છે અને હવે તે અંગે એવા સમાચારો આવી રહ્યા છે કે તે તમામ આઇએસઆઇએસની ટીમમાં જોડાવા માટે ગયા છે. સરકાર તે મુદ્દે પણ ચિંતિત છે કે હાઇએલર્ટ પર રહેવા છતા તે તમામ યુવકો કઇ રીતે દેશની બહાર નિકળી ગયા તેની ભનક પણ સરકારી એજન્સીઓને લાગી નહી.

આ ઘટનાં બાદ સરકાર મોનિટરિંગ સિસ્ટમ પર પણ સતત નજર રાખી રહી છે. આ મહિનાનાં ત્રીજા અઠવાડીયામાં તમામ સુરક્ષા, ગુપ્તચર એજન્સીઓ ઉપરાંત રાજ્યોનાં ડીજીપીની મીટિંગ બોલાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આઇએસઆઇએસ વીડિયો બહાર પાડીને ભારત પર હૂમલાની ધમકી પણ આપી ચુક્યું છે. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓની મીટિંગમાં તમામ ગુપ્ત રિપોર્ટનાં આધારે લગભગ બેહજાર યુવકો પર સતત નજર રાખવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવ્યો હતો. જેનાં પર શંકા હતી તે તમામ યુવકો પર બાજ નજર રખાઇ રહી હતી.

You might also like