ત્રણ વર્ષની બાળકીના પેટમાંથી દોરી અને સ્પંજના ટુકડા નીકળ્યાં!

અમદાવાદ: ઓઢવમાં રહેતી ત્રણ વર્ષના બાળકીના પેટમાંંથી સુતરાઉની દોરીઓ અને સ્પંજના ટુકડા નીકળતાં એક તબક્કે સિવિલના ડોકટરો ચોંકી ઊઠયા હતા. સામાન્ય રીતે પેટમાંથી વાળના ગુચ્છા નીકળતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ બાળકીના પેટમાંથી સંખ્યાબંધ સુતરાઉ દોરી અને સ્પંજના ટુકડા નીકળ્યા હતા.

ઓઢવમાં રહેતી એક બાળકીના પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે બતાવવા લાવ્યા હતા. બાળકીના જઠર અને પેટનાે એકસ રે લેતાં દોરીના ગુચ્છા અને સોફામાં વાપરવામાં આવતા સ્પંજના ટુકડા જોવા મળ્યા હતા. જેના લીધે સિવિલના તબીબોએ તાબડતોબ બાળકીનું ઓપરેશન હાથ ધરીને સંખ્યાબંધ સુતરાઉની દોરીઓ અને સ્પંજના ટુકડા બહાર કાઢયા હતા. સિવિલ હોસ્પિટલના ડોકટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બાળકીના પેટમાંથી સંખ્યાબંધ દોરી અને સ્પંજના ટુકડા નીકળ્યા છે. હાલમાં બાળકીની તબિયત સારી છે. ત્રણ વર્ષની બાળકીના પેટમાં આટલી બધી સુતરાઉ દોરી અને સ્પંજના ટુકડા કેવી રીતે ગયા તે બાબતે તબીબો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. તબીબોના જણાવ્યા મુજબ પેટમાંથી વાળના ગુચ્છાઓ નીકળતા હોવાના કિસ્સાઓ જોયેલા છે.

You might also like