કેનેડામાં હજારો સાપ એકસાથે જાગશે

કેનેડામાં તમારા લિવિંગ રૂમમાં એક સાથે 75000 સાપ જમા થાય તે વિચારીને જ લોકોના હોંશ ઉડી જાય. આવી જગ્યાની આસપાસ જવા માટે વ્યક્તિ કોઇ દિવસ કલ્પના પણ કરી શકે નહીં, પરંતુ આ નજારો દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે દુનિયાભરમાંથી પર્યટકો આવો નજારો જોવા કેનેડાના મોનિટોબામાં એકઠા થાય છે. આ વર્ષે આ નજારો આ અઠવાડિયાના અંત સુઘીમાં જોવા મળશે.

મોનિટિબા પ્રાંતના આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં રેડ સાઇડેડ ગાર્ટર સાપ અહીંયા 8 મહિનાની લાંબી ઊંઘ પછી ધીરે ઘીરે ઉઠી રહ્યા છે. આ વિસ્તારમાં ચૂનાથી બનેલા પથ્થર છે. કેનેડામાં ઘણી ઠંડી પડે છે અને તાપમાન શૂન્યથી પણ ઘણું નીચે જતું રહે છે. ઠંડી દરમિયાન એક રૂમની જગ્યાને સાંપ તેનો ગુફા તરીકે ઉપયોગ કરે છે. ઠંડીની સિઝન શરૂ થતાં જ હજારોની સંખ્યામાં અહીંયા સાપ આવી જાય છે. 8 મહિના સુધી આ સાપ ઊંઘમાં હોય છે. આ ગાળામાં સાપોનું ધ્યાન પ્રજનન પર હોય છે.

એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે સાપો માટે ખાવા કરતાં વધારે જરૂરી સેક્સ હોય છે. ઠંડી શરૂ થતાં નર સાપ આ બિલોંમાં પહોંચે છે. કેટલાક એઠવાડિયા સુધી તે માદા સાપોની રાહ જોવે છે. કેટલીક વખત અહીંયા એક માદા સાપની સાથે સેક્સ કરનાર નર સાપની સરેરાશ 10,000ની સંખ્યા પણ પાર કરી દે છે. એટલે કે માદા સાપની કમીને કારણે કેટલીક વખત 10,000 નર સાપ એક માદા સાથે સેક્સ કરે છે.

માદા સાપ તેમની સ્કીનમાંથી એક વિશેષ પ્રકારનું દ્રવ્ય નિકાળે છે. તેનાથી નર સાપ તેની તરફ આકર્ષિત થાય છે. અને માદાને રિઝવવાનો પ્રયત્ન કરે છે. જે નર સાપ માદાની સૌથી નજીક હોય છે, તે રિઝાવવા અને તેની સાથે સેક્સ કરવા કામયાબ રહે છે. ત્યારબાદ નર સાપ પોતાના ખરાબ વાસ વાળા લિંગને માદાની અંદર નાંખે છે.

નરનું આ લિંગ માદાના શરીરમાં કેટલાક દિવસ પછી ઓગળી જાય છે અને ત્યારબાદ માદા ઇચ્છે તો તે કોઇ અન્ય નર સાપ સાથે સેક્સ કરી શકે છે. ક્યાં તો પછી માદા ઇચ્છે તો તે અલગ થઇને તેના બચ્ચાંના જન્મની રાહ જોઇ શકે છે. માદા ઓગસ્ટમાં તેના બચ્ચાંને જન્મ આપે છે. જૂન આવતાં આવતાં બધા સાપ આ બિલમાંથી બહાર નિકળી જાય છે. સપ્ટેમ્બરમાં તેઓ અહીં પાછા આવી જાય છે. જાણકારોનું કહેવું છે કે દરવર્ષે અહીં દોઢ લાખથી વધારે સાપ જન્મ લે છે.

You might also like