દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાનું ખનીજચોરી કૌભાંડ, ખનીજ માફિયા સામે નોંધાઇ ફરિયાદ

દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાની ખનિજચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ ખાણ ખનિજ વિભાગે સર્વે કરીને નોંધાવી છે.

આ ફરિયાદ પ્રમાણે રાણ ગામ આસપાસથી રૂપિયા 11 કરોડ 36 લાખની કિંમતની બોકસાઇટની ચોરી અને લાંબા ગામે 2 કરોડ 34 લાખની રેતી ખનિજ ચોરો ચોરી ગયાની ફરિયાદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ દ્વારકાધામમાં ખનિજચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હવે ભાટીયા પોલીસે અજાણ્યા ખનીજ માફિયા સામે ફરિયાદ નોંધીને શરૂ કરી છે.

You might also like