કારણ વગર ત્રણ તલાક આપવા પર થશે સામાજિક બહિષ્કાર: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

લખનઉ: મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બે દિવસ સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ કહ્યું કે કોઇ પણ જોરદાર કારણ વગર ત્રણ તલાક આપી શકાશે નહીં. શરિયામાં જણાવ્યા કારણો અનુસાર જો કોઇ અન્ય બહાનાથી 3 તલાક આપે છે તો એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. બોર્ડે એવુ પણ કહ્યું કે આ મુદ્દાને લઇને ગેરસમજ છે અને એને દૂર કરવા માટે નિયમ કાયદા રજૂ કરવામાં આવશે. જો કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એના કાનૂનૂી પહેલૂઓ પર કોઇ સ્પષ્ટતા કરી નથી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ આ સમયે 3 તલાકના સંવૈધાનિક માન્યતા પર સુનવણી કરી રહ્યું છે. ઇસ્લામિક માન્યતાનું સમુદાયના કેટલાક લોકો પત્નીને 3 તલાક કહીને સંબંધ તોડી નાંખે છે. શુક્રવારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની વર્કિંગ કમિટીએ નિર્ણય કર્યો કે આ મુદ્દા પર બહારના હસ્તક્ષેપનો સ્વીકાર કરવામાં આવશે નહીં. કહેવામાં આવ્યું કે આ શરિયાનો ભાગ છે અને ધાર્મિક નિયમ હોવાના કારણે આ મૌલિક અધિકાર છે.

બોર્ડે કહ્યું કે પોતાની મનમાનીથી 3 તલાક આપવાની ઘટનાઓનો સામાજિક બહિષ્કાર અને દંડ કરીને રોકી શકાય છે. જણાવી દઇએ કે આ કેસમાં પક્ષકાર બંને કેન્દ્ર સરકાર અને કેટલાક સામાજિક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે ત્રણ તલાક લૈંગિક સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. મુસ્લિમ પર્નલ લો બોર્ડ અને બીજા મૌલવિઓનો તર્ક છે કે તલાકને કુરાનની મંજૂરી મળી છે. આ ધાર્મિક નિયમોનો ભાગ છે અને એટલા માટે કોર્ટના કાયદાથી બહાર છે.

http://sambhaavnews.com/

You might also like