અમને મત્ત નહી આપનારા લોકોને શરમ આવવી જોઇએ : ચંદ્રાબાબૂ

વિશાખાપટ્ટનમ : તેલુગુ દેશમ પાર્ટીનાં અધ્યક્ષ અને આંધ્રપ્રદેશાં મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે તેમની સરકાર લોકોનાં કલ્યાણ માટે કામ કરી રહી છે. અને જે લોકો ટીડીપીને મત ન આપે તેમને શરમ આવવી જોઇએ. ટીડિપીનાં 3 દિવસીય વાર્ષિક સમ્મેલનમાં નાયડુએ ઉદ્ધાટન ઉદ્બોધન કર્યું હતું. નાયડૂએ સરકાર દ્વારા ચાલુ કરાયેલ ગરીબી હિતેશી યોજનાઓ, કાર્યક્રમનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જનમથી મરણ સુધી સરકાર જે પ્રકારે લોકોને શક્ય હોય તેટલી મદદ કરી રહી છે. રાજ્યનાં અતાર્કિક વહેંચણીથી પેદા થયેલ સમસ્યા છતા અમે છેલ્લા 3 વર્ષથી ઘણી કલ્યાણકારી કાર્યક્રમો અને વિકાસ કાર્ય ચાલુ કર્યા છે.

અમારો ઇરાદો લોકો માટે ઓછામાં ઓછા 80 ટકા સુખ આપવાનો છે. તેમણે કહ્યું કે લોકો કલ્યાણકારી વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન ઇચ્છે છે. અમે તે જ દિશામાં કામ કરી રહ્યા છીએ. માટે તે સુનિશ્ચિત કરવું પાર્ટી કાર્યકર્તાઓની જવાબદારી છે કે 2019ની ચૂંટણીમાં80 ટકા લોકો માત્ર ટીડિપીને જ મત્ત આપે. ટીડિપીને મત નહી આપનાર વ્યક્તિને શરમ આવવી જોઇએ.

You might also like