જે લોકો ભોજનમાં પ્રયોગ કરવા તૈયાર ના હોય તેમનો સેલ્ફ એસ્ટીમ ઓછો હોય

ખાવાનું તો સૌને ગમતું હોય છે. જોકે ઘણા લોકોએ અમુક જ પ્રકારની વાનગીઓ ભાવે એવી મનમાં ગ્રંથિ બાંધી દીધી હોય છે. તેઓ પહેલેથી જે ખાતા અાવ્યા હોય એ જ ખાવાનો અાગ્રહ રાખતા હોય છે. એ માત્ર તેમની ખાવાની અાદત જ નથી. એમાં તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ છતું થાય છે. અા અાદત ઉંમર વધતી જાય એમ વધુ જોવા મળે છે. રોજિંદી ન હોય એવી વાનગીઓ ટ્રાય કરવામાં ખૂબ જ અાનાકાની કરતા લોકોમાં સેલ્ફ-એસ્ટીમ ઓછો હોય છે. સ્પેનની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે કંઈ પણ નવું ટ્રાય ન કરવું એ કોઈક પ્રકારની લો ફીલિંગ અથવા તો લઘુતાગ્રંથિનું લક્ષણ હોઈ શકે છે. જો બાળકો અને કિશોરોમાં અાવું જોવા મળતું હોય તો એનો ઉકેલ લાવવો જરૂરી છે.

http://sambhaavnews.com/

You might also like