ક્યારેક રેસ્ટોરામાં ટેબલ સાફ કરતો હતો, આજે છે વિરાટ કોહલીની ટીમમાં

IPL દર વર્ષે ઘણા ક્રિકેટરોને નવી ઓળખ આપવાનું કામ કરે છે. IPLમાં શાનદાર પરફૉર્મન્સ કરનાર પ્લેયર્સે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ નામ મેળ્યું છે. ભારતીય ક્રિકેટરોની જો વાત કરવામાં આવે તો અંજ્કિય રહાણે, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મનીષ પાંડે, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ અને શ્રેયસ અય્યર જેવા પ્લેયર્સે ટૂર્નામેન્ટની મદદથી ઇન્ટરનેશલ ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

આ વર્ષે પણ તમામ ટીમમાં કેટલાક પ્લેયર્સ છે, જે પોતાના ફૉર્મની મદદથી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવાની ઇચ્છા રાખે છે. આ નામોમાં એક RCBના ઝડપી બોલર કુલવંત ખેજરોલિયાનું છે. કુલવંત ખેજરોલિયાને આ વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમવાની તક મળી છે. પાછલા વર્ષે કુલવંતને મુંબઈની ટીમે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે એકપણ મેચ નહોતો રમી શક્યો. આ સિઝનની પહેલી મેચમાં તેને RCB તરફથી રમવાની તક મળી. જોકે પહેલી મેચમાં તે વિકેટ લેવામાં સફળ ન થયો, પરંતુ તેની બોલિંગે બધાને ઇમ્પ્રેસ કર્યા.

કુલવંત માટે અહીંયા સુધીનું સફર સરળ નથી રહ્યું. IPLમાં આવતા પહેલા કુલવંત ગોવાની એક રેસ્ટોરાંમાં નોકરી કરતો હતો. રાજસ્થાનનો રહેવાસી કુલવંતને ક્રિકેટ શરૂઆતથી જ પસંદ હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે આમ ન કરી શક્યો. વેઈટરની નોકરીથી કંટાળીને કુલવંતે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ નક્કી કર્યું.

વર્ષ 2016માં વેઇટરની નોકરી છોડીને કુલવંત દિલ્હી આવી ગયો હતો. જોકે, ઘરના લોકોને આ અંગેની જાણાકરી ન હતી. કુલવંતે ઘરે જણાવ્યું કે તે અમદાવાદમાં નોકરી કરવા જઈ રહ્યો છે, પરંતુ તે દિલ્હી જઈને પોતાના એક મિત્ર પાસે રહેવા લાગ્યો. આઠ મહિનામાં દિલ્હી રહેતા તેણે ઘણી નાની-મો઼ટી ક્રિકેટ મેચ રમી. આ ઉપરાંત શનિવાર અને રવિવારે તે અમ્પાયરિંગ કરતો હતો, જેનાથી થોડાક પૈસા મળી જતા.

You might also like