નવી દિલ્હી: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે સરકાર વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૧૦ હજાર નવી ગેસ એજન્સીઓ ખોલશે. આ નવી ગેસ એજન્સીઓ ખોલવાના પગલે વડા પ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને વિના મૂલ્યે ગેસ કનેક્શન મળવામાં સુગમતા રહે તે માટે આ નવી ગેસ એજન્સીઓ દ્વારા એલપીજીનાં સિલિન્ડરોનો સપ્લાય કરવામાં આવશે.
ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હાલ દેશમાં ત્રણ જાહેર એલપીજી ડિસ્ટ્રિબ્યૂશન કંપનીના ૧૮ હજાર વિક્રેતાઓ છે. તેમણે જણાવ્યું કે ૨૦૦૦ નવી ગેસ એજન્સી ખોલવાની પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ છે. આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશમાં ૮૦૦૦ વધુ નવા વિક્રેતાઓની નિમણૂક કરવામાં આવેશે અને તેના પગલે એક લાખથી વધુ લોકોને રોજગાર મળશે.
તેમણે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ ગ્રામીણ ગરીબ મહિલાઓને ત્રણ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. ઉત્તરપ્રદેશમાં હાલ ૫૩ ટકા લોકો જ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સરેરાશ માત્ર ૨૦થી ૨૫ ટકા જ છે. આ વર્ષે ગેસ કનેક્શનનો ઉપયોગ વધારવા માટે દોઢ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવશે, જે માટે રૂ. બે હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબોને સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપ અને રેકોર્ડની બ્લ્યુ બુક આપવામાં આવશે, જેનો ખર્ચ સરકાર ભોગવશે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…