વડોદરામાં જોવાલાયક છે ભગવાન શિવનું આ અદ્દભૂત મંદિર, વિશેષતા જાણી ચોંકી જશો તમે…

અંદાજે 2000 વર્ષથી પણ વધારે જુનુ વડોદરા ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર છે જેને બરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર વિશ્વામિત્ર નદી પર આવેલું છે. આ નદીનું નામ મહર્ષિ વિશ્વામિત્રના નામ પરથી પડયું છે. આ એક ઐતિહાસિક શહેર છે.

મધ્યકાળ દરમિયાન આ ભારતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર હતું. આ પ્રાચીન શહેર 1297 સુધી હિન્દુ રાજાઓ પાસે રહ્યું હતું. શરૂઆતમાં અહી ગુપ્ત સામ્રાજય હેઠળ રહ્યું, ત્યારબાદ અહીં ચાલુક્ય સામ્રાજયનું આગમન થયું. હિન્દુ રાજાઓ સિવાય અહી ઘણા સમય સુધી મુસ્લિમ રાજાઓનું શાસન પણ રહ્યું.

ફરવા માટે આ શહેર ઘણું મહત્વપૂર્ણ છે. અહીં તમે ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળો સિવાય ઘણા બધા ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરી શકો છો. વડોદરામાં એક શિવનું અદ્ધભૂત મંદિર આવેલું છે જેનું નામ ઇમઇ મંદિર આવેલ છે. જેને દક્ષિણામૂર્તિ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે.

આ અદ્દભૂત મંદિરને ભારતીય સેનાના ઇલેકટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ દ્વારા બનાવામાં આવ્યું હતું. આ એખ ખાસ ધાર્મિક સ્થળ છે જેનું ભારતીય સેના દ્વારા સંચાલન કરવામાં આવે છે. અહિં દરેક ધર્મના પવિત્ર પત્રિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એલ્યૂમિનિયમથી બનાવામાં આવેલ આ મંદિરની ફરતે ખૂબસુરત બગીચો આવેલ છે.

જ્યાં 6 થી 16મી શતાબ્દીના મધ્યની 106 પ્રાચીન મૂર્તિઓનો સંગ્રહ છે. આ મંદિર સવારે 6-30 કલાકથી લઇને રાત્રે 8-30 કલાક સુધી પર્યટકો માટે ઓપન રહે છે. મંદિરનો ઘૂમ્મટ ઇસ્લામિક શૈલીમાં બનાવામાં આવ્યો છે. મંદિરના બગીચામાં તમે ઘણી પ્રાચીન મૂર્તિઓ જોઇ શકો છો.

You might also like