આ પ્રકારનો આહાર લેવાથી કેન્સરની દવા બનશે વધુ અસરકારક

લંડન: એક ભારતીય સહિત કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ કરેલા અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે ઓછી ચરબીવાળા(કેટોજેનિક)આહારથી કેન્સરની દવાઓ વધુ અસરકારક બની શકે છે. આ પ્રકારના આહારમાં જરૂરી પ્રોટીન અને ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે.

આ અંગે સંશોધનકારોએ કરેલા દાવા મુજબ ટયૂમરનો નાશ કરવાના ઉપચારની ક્ષમતા વધારવાનો નવો ઉપાય શોધવામા આ‍વ્યો છે. તેમાં ઈન્સ્યુલિન પ્રેરિત એન્જાઈમ ફોસ્ફેટિડિલિનોજિટોલ-૩ કાઈનેજ (પીઆઈકે)નો ઉપયોગ કરવામા ‍આવે છે. ગ્રંથિઓની વૃદ્ધિથી અા એન્જાઈમ વિકસે છે.

અમેરિકાના વેલ કાર્નેલ મેડિસિનના સંશોધનકારો લેવિસ સી. કેન્ટલીએ જણાવ્યું કે પીઆઈકેને સાધનારી આ દવા બ્લડ શુગરની માત્રા ઘટતાજ અસરકારક બની શકે છે. સંશોધનકારોએ જણાવ્યુ કે અમે અભ્યાસમાં અનુભવ્યું હતું કે ઓછી ચરબીવાળા(કેટોજેનિક)આહારથી ઈન્સ્યુલિન નિયંત્રિત થતાં કેન્સરની દવાઓ વધુ અસરકારક બની શકે છે.

કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનકાર સિદ્ધાર્થ મુખરજીએ જણાવ્યું કે આ અભ્યાસ કેન્સરના ઉપચારને લઈને નવો અભિગમ રજૂ કરે છે. આ રીતે ઓછી ચરબીવાળા આહારથી કેન્સરની દવાઓ ‍વધુ અસરકારક બની શકે છે. તેવો દાવો મૂળ ભારતીય સહિત સહિત કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ કર્યો છે.

You might also like