મારા માટે આ સફર ખૂબ જ કઠિન રહી: નરગિસ ફખરી

મોડલિંગથી ફિલ્મોમાં પ્રવેશેલી અભિનેત્રી નરગિસ ફખરી બે ફિલ્મોમાં આઇટમ ગર્લ તરીકે પણ કામ કરી ચૂકી છે. એક આઇટમ સોંગ તેણે શા‌િહદ કપૂર સાથે જ્યારે બીજું સલમાન ખાન સાથે કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘બેન્ઝો’ને પણ લોકોએ પસંદ કરી છે. તે કહે છે કે આટલા દિવસ ભારતમાં વિતાવ્યા છતાં મને હિંદી ભાષાનો પ્રોબ્લેમ થાય છે. મને દૃશ્યોના ભાવ સમજવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મને સંવાદ પહેલાં રોમન ભાષામાં આપવામાં આવે છે. ત્યારબાદ હું તેને સમજું છું અને પછી યાદ રાખું છું. મેં હિંદી શીખવા પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે મને ‘મદ્રાસ કેફે’ અને બાદની ફિલ્મોમાં પરેશાની ઓછી થઇ.

બોલિવૂડમાં કામ કરવા અંગે વાત કરતાં તે કહે છે કે મને સૌથી વધુ તકલીફ હિંદી બોલવામાં પડી. આજે પણ એક વાક્યને હું હજાર વાર બોલું છું ત્યારે જ યોગ્ય રીતે બોલી શકું છું. બધા જ કલાકારો શુદ્ધ ઇંગ્લિશ બોલે છે તો મારે થોડું વધારે કામ કરવું પડે છે. મેં અહીં આવીને કથ્થક પણ શીખ્યું અને હવે બોલિવૂડનાં ગીતો પર ડાન્સ કરવાનું પણ શીખી લીધું છે. હું અહીં ખુદને અસુરક્ષિત માનતી નથી. તેથી જ્યાં સુધી કામ મળે છે ત્યાં સુધી કરતી રહીશ. મને માત્ર મારા બિલ ભરવાના પૈસા મળી જાય તો પણ બહુ છે. હું મૂળ અમેરિકાની છું અને મુંબઇમાં રહું છું. મારી માતાને મળવા ક્યારેક અમેરિકા જાઉં છું. મુંબઇ આવીને ખુદને સેટલ કરવાનું સરળ ન હતું. મારા માટે આ સફર ખૂબ જ કઠિન રહી.

http://sambhaavnews.com

You might also like