જો દુનિયાની સમાપ્તિ થશે તો પણ જીવતુ રહેશે આ વૃક્ષ….

જો ધરતી પર પ્રલય આયો અને દુનિયા સમાપ્ત થઈ તો એક વૃક્ષ એવુ છે જે જીવતુ રહેશે, આ વૃક્ષ વિશે જો તમને જાણકારી નથી તો જાણી લો તેના વિશેની જાણકારી તમારા માટે મહત્વની સાબિત થઈ શકે છે.  આ વૃક્ષ કલકત્તાના આચાર્ય જગદિશ ચંદ્ર બોસ બોટેનિકલ ગાર્ડનમાં છે, આ વૃક્ષ 250 વર્ષ જુનુ હોય તેમ કહેવામાં આવી રહ્યુ છે, તમે આ વૃક્ષના ક્ષેત્રફળને જાણીને દંભ રહી જશો, આ વૃક્ષ 14,500 વર્ગમીટરમાં ફોલાયેલું છે, આ એકલુ વૃક્ષ છે જે આટલા મોટા વિસ્તારમાં ફલી-ફુલી રહ્યુ છે.

તમે વિચારી રહ્યા હશો કે આ સત્ય કેવી રીતે બહાર આવ્યુ, હકીકતમાં પૌરાણિક કથાઓમાં આ વૃક્ષનો ઉલ્લેખ છે. કથાઓમાં કહેવામાં આવ્યુ છે કે વટ વૃક્ષ પરમાત્માનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પ્રલયમાં દુનિયા પાણીમાં ડૂબી જાય છે. ત્યારે પણ વટવૃક્ષ જીવતુ રહી શકે છે.

કથામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવમાં આવ્યો છે કે અક્ષય વટ કહેવાતા આ વૃક્ષના પાંદડાઓમાં સાક્ષાત દેવતા નિવાસ કરે છે, આ માટે તેની પર ક્યારેય મુશ્કેલી નથી આવી શકતી. કહેવામાં આવે છે કે આ વૃક્ષ પર બાળ ગોપાલની કૃપા રહેલી છે. ઈશ્વર અહીં હાજર રહીને સૃષ્ટિનું અવલોકન કરતા રહે છે.

 

જ્યારે રામકથા અનુસાર, રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ સમયે જ્યારે યમુના પાર કરી બીજા તટ પર ઉતર્યા હતા, ત્યારે વિશાળ વટવૃક્ષને પ્રણામ કરે છે, પ્રયાગમાં ગંગા તટ પર સ્થિત અક્ષય વટને તુલસીદાસજીએ તીર્થરાજનું છત્ર કહ્યુ છે. વટવૃક્ષના નીચે સાવિત્રીએ પોતાના પતિને પુનર્જીવિત કર્યો હતો. ત્યારથી આ વૃક્ષ ‘વટ સાવિત્રી’ ના નામથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષ પર્યાવરણની દૃષ્ટિએ પણ મહત્વપુર્ણ છે, તેના મુળ માટીને પકડીને રાખે છે અને પાંદડાઓ હવાને શુદ્ધ રાખે છે, કહેવામાં આવે છે કે આ વૃક્ષ દિવસમાં 20 કલાકથી વધારે સમય સુધી ઓક્સિજન બનાવે છે. પાંદડાઓ પણ કલાકમાં પાંચ મિલી ઓક્સિજન બનાવે છે. જેટલા વધારે પાંદડા, તેટલુ વધારે વૃક્ષ પ્રાણદાયી છે. ભુતકાળમાં આ વૃક્ષના પાંદડા પ્રાણીઓને ખવડાવલવામાં આવતા હતા.

વટવૃક્ષના પાંદડા કફ-પિત્ત નાશક, રક્ત શુદ્ધ કરનાર, ગર્ભાશય શુદ્ધ કરનાર હોય છે. તેના પાંદડા અને ડાળીને પીસીને બનાવવામાં આવેલો લેપ, ઘણા પ્રકારના ત્વચાના રોગમાં રાહત આપે છે, આ ઉપરાંત, તેના પાંદડાને તેલમાં પકવીને ઉપયોગ કરવાથી વાળ સંબધિત વિકાર પણ દુર થતો હોય છે. બળેલા સ્થાન પર તેના કોમળ પાંદડાને પીસીને દહીંમાં ભેળવીને લગાવવાથી બળતરા ઓછી થાય છે, વટવૃક્ષનું દૂધ લગાવવાથી બળતરા ઓછી થાય છે. તેનું દૂધ લગાવવાથી ગુમડા-ફોડલી જેવા ત્વચા સંબધીત રોગોમાં રાહત મળે છે, તેમજ તેના દુધને લગાવતા રહેવાથી ગાંઠનો ઘા પણ ભરાઈ જાય છે. વટવૃક્ષના મુળમાં એન્ટીઓક્સિડેન્ટ સૌથા વધારે પ્રમાણમાં મળી રહે છે.

You might also like